વિશ્વકપ મહામુકાબલો: પૉઇન્ટ ટેબલમાં નંબર 1 માટે આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે જંગ
વર્લ્ડકપના મહાસંગ્રામમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે મેચ રમાશે. બંને ટીમોએ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે આ મેચમાં બંનેની લડાઈ પૉઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહેવાની છે. આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમની વર્લ્ડકપની 8મી મેચ છે. તો જાણીએ આજની સંભવિત પ્લેઈંગ ઇલેવન:
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ક્વિન્ટન ડી કૉક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગિડી.