અમદાવાદના ગ્રીન એકર બિલ્ડિંગ નજીક ધડ વગરનો મૃતદેહ મળતા ચકચાર
અમદાવાદમાં ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના મકરબા – કોર્પોરેટ રોડ પર ધડ વગરની યુવાનની લાશ મળી આવી હતી. લાશ માથું અને શરીર ભાગ અલગથી કાપેલી હાલતમાં મળી આવી છે. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા છે. અમદાવાદના ગ્રીન એકર બિલ્ડિંગ નજીક ધડ વગરનો મૃતદેહ મળતા આજુ બાજુના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.