ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

અમિત શાહ આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ, જાણો શું છે આખો કાર્યક્રમ

અમદાવાદ :
ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રાજ્યાનાં ગાંધીનગરથી ચૂંટણી લડવાનાં છે. 30 માર્ચે એટલે શનિવારે વિશાળ જનસમુદાય સાથે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. જે માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે પ્રદેશ ભાજપનાં મોટા મોટા નેતાઓ અને દેશનાં વિવિધ નેતાઓ પણ હાજર રહેશ. 30મી માર્ચે સવારે 9 વાગે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે.

અમિત શાહ લોકસભામા ઉમેદવારી પત્રક ભર્યા પછી પહેલી રેલી અમદાવાદમાં કરશે. 30મી માર્ચના રોજ અમિત શાહ નારણપુરાથી 4 કિલોમીટરની રેલી કાઢશે. આ રેલી માટે પોલીસ સુરક્ષા ઉભી કરી દેવામાં આવી છે. અમિત શાહની અમદાવાદની રેલીમાં 1100થી પણ વધારે પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમાં 01 આઈજી, 03 ડીસીપી, 04 એસીપી, 10 પીઆઇ, 80 પીએસઆઈ, 1100 પોલીસ કર્મચારીઓનો ફોજ ખડકવામાં આવશે. અમિત શાહની રેલી જે રૂટ પર જવાની છે ત્યાં પોલીસ બંદોબસ્ત આજથી જ ચાંપતો કરી દેવામાં આવ્યો છે.

અમિત શાહના રોડ શો અને રેલીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ પેટ્રોલિંગમાં ઉપસ્થિત રહેશે. 4 કિલોમીટરની રેલી અને રોડ શોનું આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રાજ્યના ભાજપના તમામ ઉમેદવારો હાજર રહેશે. 30 માર્ચને ખાસ બનાવવા માટે એવા સમાચાર મળી રહ્યા છે કે, તે દિવસે ભાજપના અન્ય કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં.

જાણો આખો કાર્યક્રમ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, એક બૂથના કાર્યકરથી શરૂઆત કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચી પૂર્વોત્તર રાજ્યોથી લઇ સમગ્ર દેશમાં ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારાને વ્યાપક રીતે પ્રસ્થાપિત કરનાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તારીખ 30 માર્ચ, 2019ના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરશે. અમિતભાઇ શાહ નામાંકન ભરતા હોય તે ઐતિહાસિક ક્ષણને વધાવવા હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ-શો યોજવામાં આવશે. શાહ તેમના નારણપૂરા ખાતે આવેલ જૂના નિવાસસ્થાન પાસેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી આ મેગા રોડ-શોની શરૂઆત કરશે. ત્યાંથી આગળ વધતાં પલ્લવ ચાર રસ્તા – શાસ્ત્રીનગર – પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી પદાયાત્રા સ્વરૂપે આશરે 4 કિલોમીટર સુધી આ રોડ શો યોજાશે. આ રોડ-શોના સમાપન બાદ અમિતભાઇ ગાંધીનગર મુકામે પહોંચશે. જ્યાં સેકટર-6-7ના બસસ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી માનવ સાંકળનું નિર્માણ કરી શ્રી અમિતભાઇ શાહને વધાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x