અમદાવાદમાં ગત વર્ષે થયા 1711 અકસ્માત, મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધુ રાહદારી
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગત વર્ષે 1,711 રોડ અક્સ્માત થયા હતા. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં 7168 લોકોના મોત થયા હતા. માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કરેલ આંકડા ઘણા ચોંકાવનારા સામે આવ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં ગત વર્ષે 1,711 રોડ અક્સ્માત થયા હતા. જેમાંથી આશરે 488 લોકોના મોત નિપજ્યાં હતા. આ સાથે 99% અકસ્માતમાં ઓવરસ્પીડ કારણભૂત હોવાનું પણ સામે આવ્યું છે. માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં વર્ષ 2022માં મૃત્યુ પામેલા લોકોમાં 194 રાહદારી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 28 સાયકલ ચાલકનો સમાવેશ થાય છે.
આ તરફ વર્ષ 2021માં અકસ્માતમાં 404 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ખાસ કરીને અમદાવાદમાં ટૂ-વ્હીલરના 215 લોકોના મૃત્યુ થયા હતા. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં 7168 લોકોના મોત થયા હતા.