પાવાગઢ મંદિર ખાતે આજથી 15 નવેમ્બર સુધી દર્શનના સમયમાં કરાયો ફેરફાર
દિવાળીના તહેવારો લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. આ તહેવારો દરમિયાન લોકો મંદિરોમાં જઈ પૂજા – અર્ચના કરે છે. અને મદિરોમાબા દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારોમાં ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. આમ આ દિવાળીના તહેવારો દરમિયાન ભક્તોને અગવડતા ન પડે અને મુહૂર્ત પણ સચવાઈ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આના ભાગરૂપે શક્તિપીઠ પાવાગઢ ખાતે દિવાળીના તહેવાર દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આજે કાળી ચૌદસથી લઈને દિવાળી, નવુ વર્ષ અને છેક પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ભાવિક ભક્તોએ નવા સમયની નોંધ અંગે જણાવવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આજે 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દરવાજા વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે,
પાવાગઢ મંદિર સવારે 5.00 કલાકે દર્શન માટે ખુલી જશે. આજે કાળી ચૌદશથી ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધી પાવાગઢ નીજ મંદિરના કપાટ સવારે ૫.૦૦ કલાકે દર્શન માટે ખોલી દેવામાં આવશે. આ પાંચ દિવસે સાંજે 7.30 કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થશે.