ગાંધીનગર

અક્ષરધામ – ગાંધીનગર ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી – દીવડાઓનો અલૌકિક ઉત્સવ

દીપાવલી – અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૧ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે. અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર – સંયમ – સત્ય – દયા – અહિંસા – અસ્તેય – ધર્મ – જ્ઞાન – વૈરાગ્ય – ભગવાનની મહિમાએ સહિત ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ અલૌકિક પર્વે દર્શનાર્થીઓ રવિવાર, તા. ૧૨-૧૧-૨૦૨૩ થી રવિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૩ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિક અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે. સોમવાર, તા. ૧૩-૧૧-૨૦૨૩ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x