દિવાળીને લઈ મુખ્યમંત્રી પટેલે મહુડી ખાતે કર્યા દર્શન, લોકોને પાઠવી શભેચ્છાઓ
આજે દિવાળીના તહેવારને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ચારેકોર ફટાકડાની ગુંજ સંભળાઈ રહી છે. લોકો એક બીજાને આ પવન પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલે લોકોને સોશિયલ મીડિયા મારફતે દિવાળી પર્વની શુભેછાઓ પાઠવી હતી અને લખ્યું હતું
“દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના.
અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિનું આ પર્વ વિશ્વભરમાં સત્યની જ્યોત વધુ તેજોમય બનાવે અને સૌના જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તેમજ આત્મિક ગુણો રૂપી વૈભવથી પરિપૂર્ણ બને એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના”
આ દિવાળીના ખાસ પર્વને લઇ ગુજરાત ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહુડી તીર્થ ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિર જઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દીવાસળીના તહેવારો દરમિયાન વિવિધ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આજ ના પાવન અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિર જઈને ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી અને દર્શન બાદ મુખ્યમંત્રીએ ઘંટાકર્ણ દાદાની આરતી કરીને આ તીર્થની વિશેષ ઓળખ એવી સુખડીનો પ્રસાદ ધરાવ્યો હતો. મુખ્યમંત્રી પટેલે આ માહિતી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.