ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી પટેલે પંચદેવ મંદિર ખાતે દર્શન કરી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત રાજ્યમાં આજે નૂતન વર્ષ મનાવવામાં આવી રહ્યું છે. આજના દિવસને ગુજરાતીઓ નવા વર્ષ તરીકે ઉજવાતા હોય છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે. જે અંતર્ગત આજે નવા વર્ષના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચદેવ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ મુખ્યમંત્રી પટેલે આરતી ઉતારી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મહાદેવના મંદિર દર્શન કર્યા બાદ આરતી પણ ઉતારી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવ વર્ષના દિવસે ગાંધીનગરમાં પંચદેવ મંદિર ખાતે દર્શન અને આરતી કર્યા હતા. પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયથી નૂતન વર્ષના દિવસે પંચદેવ મંદિરના દર્શન કરવાની પરંપરા જળવાઈ રહી છે. પંચદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી પટેલે ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા મારફતે પણ શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે,

“ગુજરાતના મારા વ્હાલા ભાઈબહેનો,

આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલકામના.

વિઝનરી લીડર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસનો એક મજબૂત પાયો નાંખ્યો, જેની પર સૌના સહિયારા પ્રયાસથી આપણે સૌએ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે.

નૂતન વર્ષ રાજ્યના આ વિકાસને નવા શિખરે પહોંચાડી સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસનું પર્વ બને તેવી અભિલાષા વ્યક્ત કરું છું.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *