ગુજરાત

હાર્દિક પટેલ નહીં લડી શકે ચૂંટણી, હાઇકોર્ટે સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી.

અમદાવાદ:
છેલ્લા કેટલાક સમયથી જે અટકળો ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. પાટીદાર નેતા જે કોંગ્રેસમાં જોડાયો છે તે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં .
પ્રાપ્ત વિગત પ્રમાણે હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FRI નોંધાઇ છે.
હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી મેળવવાના મામલે હાઇકોર્ટમાં જસ્ટિસ એ જી ઉરેજીની કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા ચાલી રહી છે. જે દરમિયાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે.આ પહેલા રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું જેમાં જણાવાયું કે અમદાવાદમાં તોફાન અંગેના કેસમાં હાર્દિક પટેલના કેટલાક ફોટોગ્રાફ્ટ તે દિવસે બનાવ સ્થળે તેની હાજરી સ્પષ્ટ બતાવે છે. આરોપી સામે ગંભીર ગુના છે. આરોપીને કેસની ટ્રાયલ સમયે હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નહોતી આપવી જોઇતી હતી. જો કે આ સોગંધનામા સામે હાર્દિક પટેલના વકીલે વાંધો ઉઠાવ્યો અને ધારદાર દલીલો કરી હતી.
તો રાજ્ય સરકારની રજૂઆત સામે હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં દલીલો કરી કે વિસનગરના કેસમાં હાર્દિક દોષિત થયો, બાકી તેના ગુનાને સાબિત કરતાં કોઇ વીટનેસ કે પૂરાવા મળ્યા નથી. ત્યારે હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x