હીરાની ચમક પડી ફિકી, દુનિયાભરના હીરા ઉદ્યોગમાં અચાનક છવાઈ મંદી
દેશ અને દુનિયાભરના હીરા ઉદ્યોગમાં અચાનક મંદીનો માહોલ છવાયો છે. તેના કારણે ચારે કોર એક ચર્ચા ચાલી રહી છે કે અચાનક એવું તે શું બન્યું કે મંદીનો માહોલ છવાયો અને એ પણ દિવાળીના તહેવારો દરમિયાન. ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટવાને કારણે હીરા ઉત્પાદક કંપનીઓએ સપ્લાય બંધ કરી દીધો છે. તેના કારણે વિશ્વના દેશોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીઓએ હીરાના સપ્લાય પર પ્રતિબંધ મુક્યો છે. આ જ કારણ છે કે પ્રોડક્શન કંપનીઓએ હીરાના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વની સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની ડી બિયર્સે કિંમતો વધારવા માટે કાચા હીરાના પુરવઠા પર 35 ટકા અને પોલિશ્ડ હીરાના પુરવઠા પર 20 ટકાનો પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પણ હીરાની આયાત પર પ્રતિબંધ મુક્યો
<span;>ભારતમાં પણ હીરાના વેપારીઓએ હીરાની કિંમતમાં ઘટાડો થતાં તેની આયાત પર બે મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વના 90 ટકા રફ હીરા ભારતમાં કાપવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. હીરાના સૌથી મોટા ઉત્પાદકે નવેમ્બર અને ડિસેમ્બર માટે હીરાની હરાજી પર પ્રતિબંધ મૂક્યો છે.
રશિયાની અગ્રણી હીરા કંપની અલરોસાએ પણ હીરાનું વેચાણ બંધ કરી દીધું છે. માર્કેટમાં ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી છે. જેના કારણે હીરાના ભાવ એક વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયા છે. લોકો હવે પહેલા કરતા ડાયમંડ જ્વેલરી ખરીદવાને ઓછું મહત્વ આપી મોંઘી લક્ઝરી વસ્તુઓ ખરીદવાને બદલે લોકો મુસાફરી પાછળ વધુ ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે. ચીનમાં હીરાનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. પરંતુ રોગચાળા પછી ચીનની અર્થવ્યવસ્થાની નબળી પુનઃપ્રાપ્તિને કારણે, ત્યાં માંગ નોંધપાત્ર રીતે ઘટી છે. અમેરિકામાં પણ લોકો મોંઘવારી અને મોંઘી લોનને કારણે હીરાની ખરીદી ઓછી કરી રહ્યા છે. આ કારણોસર હીરાના ભાવમાં ઘટાડો થયો છે.