GPSC દ્વારા ડિસેમ્બર માસમાં લેવાનારી 7 પરીક્ષાઓ રખાઈ મોકૂફ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષાઓને લઈ એક મોટો અપડેટ સામે આવી રહ્યો છે. GPSC દ્વારા ડિસેમ્બર માસમાં લેવાનારી 7 પરીક્ષાઓ પહેલા નિર્ધારિત તારીખે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે સાથે પ્રાથમિક કસોટીની નવી તારીખો પણ જાહેર કરી છે. આ પરીક્ષાઓ મોફૂક રાખવા પાછળનું કારણ વહીવટી કારણોસર આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્રેસનોટ જાહેર કરી આ મોકૂફ રાખવામાં આવનાર પરીક્ષાઓ અંગે જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે 7 પરીક્ષાઓની પ્રાથમિક કસોટીની નવી તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે.