ahemdabadગુજરાતરમતગમત

અમદાવાદમાં પોલીસની બાજ નજર હેઠળ રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ રમનાર છે જેને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મેચ જોવા પીએમ મોદી, ગૃહમંત્રી શાહ સહિત મોટા નેતાઓ અને વિવિધ હસ્તીઓ હાજર રહેનાર છે. રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઇ પોલીસનો અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત રહેશે. કરાયેલા પોલીસ બંદોબસ્તને લઈ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે વિગતો આપી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. શહેરના રસ્તાઓ પર શહેર પોલીસના 5 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, ATS, NDRF, RAF, SRP બંદોબસ્તમાં ગોઠવાશે. સુરક્ષા એજન્સીના 1 હજાર કર્મીઓ તૈનાત રહેશે. સ્ટેડીયમ ખાતે 3 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે. 1 આઇજી, 20 ACP, 145 PSI, 13 DCP, 45PI, 2800 પોલીસ રહેશે. આ સાથે શહેરમાં પણ બંદોબસ્ત ગોઠવાશે. જેમાં શહેરમાં પોલીસમાં 4 આઇજીપી, 27 ACP, 230 PSI તૈનાત રેસહ. આ સાથે ટ્રાફીક પોલીસમાં 1 આઇજીપી, 11 ACP, 36 PSI રહેશે. આ સાથે સંભવિત જીત બાદ રોડ શોને લઈને પણ બંદોબસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ સ્ટેડિયમની અંદર તથા બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

મળતી વિગતો મુજબ 19 ડીસીપી, 41 એસીપી, પોલીસ ઇન્સ્પેકટર 112, સબ ઇન્સ્પેક્ટર 318, પોલીસકર્મી 5657, એસઆરપી 3 કંપની, હોમગાર્ડસ 500 જવાનો તૈનાત રહેશે. આ સાથે 3 એનએસજી ટીમ, 5 ક્યુઆર ટીમ, 2 ચેકત કમાન્ડો ટીમ, એક એન્ટી ડ્રોન ટીમ પણ હાજર રહશે. કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x