આંતરરાષ્ટ્રીયરમતગમતરાષ્ટ્રીય

ક્રિકેટ વર્લ્ડ કપમાં હારનાર અને જીતનાર ટીમોને જાણો કેટલા મળે છે પૈસા..

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી હતી. ફાઈનલમાં હાર સાથે કરોડો ભારતીયોના સપના તૂટી ગયા હતા. ભારતીય ખેલાડીઓ પણ નિરાશ વદને જોવા મળી રહ્યા હતા. ઓસ્ટ્રેલિય છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. ઓસ્ટ્રેલિયન ટીમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રોફી આપી હતી.

વિશ્વ કપ જીતનાર અને હારનાર ટીમોને કેટલા પૈસા મળે છે ? સેમી ફાઇનલમાં આવનાર અને રમાનાર ટીમને કેટલા રૂપિયા મળે છે આ બધા જ સવાલો નો જવાબ અમે લઇ ને આવ્યા છીએ. ICCએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે કુલ 10 મિલિયન ડોલર (આશરે રૂ. 83.29 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે તમામ 10 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી. આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 33.31 લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 40 લાખ ડોલર (લગભગ 33.33 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા છે. ભારતને રનર્સ અપ તરીકે 20 લાખ ડૉલર (આશરે 16.65 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવી છે. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં મેચ રમવા માટે પૈસા પણ મળ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમને ફાઇનલમાં પહોંચવા માટે 2 મિલિયન ડોલર મળ્યા છે. લીગ તબક્કામાં પણ ટીમ ઈન્ડિયાએ તમામ 10 મેચ જીતી હતી, જેના કારણે તેને ચાર લાખ ડોલર (લગભગ 3.33 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x