આવતીકાલે સાદરા ગુજરાત વિદ્યાપીઠ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે
તારીખ 24 અને 25 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાનાર છે જે અન્વયે ગાંધીનગર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ તારીખ 24 નવેમ્બરના રોજ યોજાશે. આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાદરા ખાતે આવેલ શારીરિક શિક્ષણ રમતગમત વિદ્યાશાળા, ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે યોજાનાર છે.
૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં તારીખ ૨૪/૧૧/૨૦૨૩થી ૨૫/૧૧/૨૦૨૩ દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે તાલુકા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના કા.કુલનાયક પ્રો.ભરતભાઈ જોષી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તથા વહીવટી તંત્ર અને ખેડૂતો હાજર રહેશે.