બ્રેકિંગ: TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય રખાયો મોકૂફ
રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ છૂટા કરવાના નિર્ણયને લઈ રાજ્યમાં TRB જવાનોએ આંદોલન છેડ્યું હતું જેને લઇ હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય પરત ખેંચવાનો પરિપત્ર જાહેર કર્યો છે.