મુખ્યમંત્રી પટેલે 12મી INTERPAનો ગાંધીનગરની નેશનલ સાયન્સ યુનિવર્સિટી ખાતે શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 12મી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમિઝ કોન્ફરન્સ (INTERPA)નો ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શુભારંભ કરાવ્યો હતો. INTERPAના પ્રેસિડેન્ટ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, NFSUના કુલપતિ, દેશ-વિદેશના પ્રતિનિધિઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સના શુભારંભ કરાવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પોલીસીંગ અને ડિફેન્સ ક્ષેત્રે વિશ્વના વિકસિત દેશોની બરાબરી કરી રહ્યું છે. તેમણે કોઈ પણ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા-સલામતિ માટે પોલીસ દળની ભૂમિકાને મહત્ત્વની ગણાવતાં કહ્યું કે, આજના આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગથી થતા ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ માટે INTERPA ના સભ્ય દેશોની નીતિઓ, બેસ્ટ પ્રેક્ટિસિઝ અને પ્રશિક્ષણ પદ્ધતિના આદાનપ્રદાન માટે આ કોન્ફરન્સ એક ઉપયુક્ત માધ્યમ બની રહેશે.