AI લોકોની નોકરી છીનવશે નહીં પરંતુ તેમના કામનો સમય ઘટાડશે: બિલ ગેટ્સ
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોકોની નોકરી છીનવશે નહીં પરંતુ તેમના કામનો સમય ઘટાડશે. બિલ ગેટ્સને એક કાર્યકર દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જોખમ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ આપતા તેમણે સૌને ચોકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, માણસોને વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે મશીનો રોજબરોજના કામનો બોજ ઉપાડી લેશે. ગેટ્સનું માનવું છે કે ભવિષ્યમાં મશીનો વસ્તુઓ બનાવવા અને રસોઈ બનાવવા જેવા વિવિધ કાર્યો કરી શકે છે. તેમનું માનવું છે કે AIને કારણે કામકાજનું અઠવાડિયું ત્રણ દિવસનું બની જશે, જેનાથી દરેકને વધુ સંતુલિત અને આરામદાયક કામ કરવાની રીત મળશે.