કોલ સેન્ટર ચલાવી અમેરિકન લોકો સાથે છેતરપીંડી આચરનાર અમદાવાદના 13 સંચાલકો સામે CBIની કાર્યવાહી
કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા 157 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. જેને લઇ CBI એકશન મોડમાં આવી ગઈ છે અને અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી છે. અમદાવાદ ખાતેથી કોલ સેન્ટરો ચલાવી વિદેશના નાગરિકોને ટાર્ગેટ કરતા છેતરપિંડીકારો પર CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ ગેરકાયદેસર કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે.
અમદાવાદમાં કોલ સેન્ટને લઇ CBI એક્શન મોડમાં જોવા મળી રહી છે. CBIએ કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. IP એડ્રેસ અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવાઇ છે. કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા 157 કરોડની છેતરપિંડી આચરી છે. જે કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.