જ્યારે તમારો આત્મવિશ્વાસ ઘટી જાય અને તમારા PM તમારી સાથે હોય તો તમારો આત્મવિશ્વાસ વધે છે: શામી
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારત ઓસ્ટરેલિયા વચ્ચે રમાયેલ મેચમાં હાર બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં અમરોહામાં જ એક ઈન્ટરવ્યુમાં દરમિયાન ફાઈનલ હાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં નરેન્દ્ર મોદીના આગમન અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અંગે મોટી નિવેદન આપ્યું છે. શામીએ નિવેદન આપતા કહ્યું કે, જ્યારે વડાપ્રધાન તમને પ્રોત્સાહિત કરે છે,
તે એક અલગ ક્ષણ છે. જ્યારે તમારો આત્મવિશ્વાસ ઘટી જાય અને તમારા વડાપ્રધાન તમારી સાથે હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે. ઓસ્ટ્રેલિયા સામેની હારને લઈ શામીએ સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયામાં કૌશલ્ય કે આત્મવિશ્વાસની કોઈ કમી નથી. વધુમાં કહ્યું કે ‘એકંદરે અમે બધાએ ખરેખર સારું પ્રદર્શન કર્યું. કૌશલ્ય અને આત્મવિશ્વાસની કોઈ કમી નહોતી.
મને લાગે છે કે ક્યારેક એક ટીમ તરીકે, આપણા બધાનો ખરાબ દિવસ આવી શકે છે, જે કોઈપણ સમયે આવી શકે છે. એ દિવસ આપણો નહોતો. અમારું મનોબળ અને આત્મવિશ્વાસ ઘટે એવું કંઈ નહોતું.