ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન રૂટ પર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બોરદેવી નજીક દીપડાએ 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકીનું મોત નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ સતર્ક થઈ ગયું છે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોક નો માહોલ છવાયો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ રહેલું છે એવામાં આવી હ્રદયદ્રાવક ઘટના બનતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો.

