ગુજરાતધર્મ દર્શન

ચોટીલામાં દર્શન માટે નહી ચડવા પડે પગથિયાં, ફ્યુનિક્યુલર સિસ્ટમનું કરાશે ભુમિપૂજન

સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં આધ્યશક્તિ માં ચામુંડા બિરાજમાન છે. અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓને માતાજીના દર્શન માટે 635 પગથિયાં ચડીને ડુંગર પર જવું પડતું હોય છે. જેમાં વૃદ્ધો અને શારીરિક વિકલાંગતા ધરાવતા લોકોને મોટી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.હવે માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આજે ચોટીલા ડુંગર તળેટી ખાતે ફ્યુનિક્યુલર સિસ્ટમનું ભુમિપૂજન કરવામાં આવનાર છે. આ સિસ્ટમ કાર્યરત થઈ ગયા પછી ભક્તો માત્ર 30 રૂપિયામાં ઉપર જઈ માતાજીના દર્શન કરી પરત આવી શકશે. હવે ચોટીલા દર્શને આવતા ભક્તોને પગથિયાં નહી ચડવા પડે અને દર્શન પણ કરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *