ahemdabad

બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે AMCની લાલ આંખ: 2,074 મિલકતો કરી સીલ

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન હવે બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા ઝોનમાં બાકીદારોની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના 7 ઝોનમાં અત્યાર સુધી 2,074 મિલકતો સીલ કરવામાં આવી છે. શહેરના 7 ઝોનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 2,074 મિલકતોને સીલ કરી 2 કરોડ 62 લાખનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. AMC દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 402 મિલકતને સીલ મારવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x