ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-0, ગાંધીનગરના છાત્રોએ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લીધી
ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-0, ગાંધીનગર ના સેકન્ડરી અને કોમર્સના વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ની મુલાકાત લીધી હતી. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં પ્રેક્ટીકલ જ્ઞાન વધે તથા પુસ્તકમાં આપેલ વિગતોને સારી રીતે સમજી શકાય તે હેતુથી ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-0, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગ શિક્ષકોની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓએ મેમોરિયલમાં ઉપસ્થિત વિવિધ વિગતો દર્શાવતી પ્રતિકૃતિઓ નિહાળી માહિતી મેળવી હતી, તેમજ દેશના ઇતિહાસને સમજવા આવી શૈક્ષણિક મુલાકાતને પ્રાધાન્ય આપવા બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ડૉ. પ્રદીપ ગગલાણી અને આચાર્યા જ્યોતિ ભાવસારનો આભાર વ્યક્ત કર્યો હતો.