રાજ્યમાં કમોસમી વરસાદના કારણે 18 લોકોના મોત
રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. આ મોતને લઈ મુખ્યમંત્રી પટેલે કમોસમી વરસાદની સમીક્ષા કરી મૃતકોના પરિજનોને સહાય ચૂકવવા સૂચના પણ આપી છે.
કમોસમી વરસાદ થતાં ચારેકોર ઠંડક પ્રસરી છે અને રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. સાથે સાથે કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતો શિયાળુ પાકને લઈ ચિંતામાં મુકાયા છે. પોતાના જાપાન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી પટેલે ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદની સ્થિતિની ટેલિફોનિક સમીક્ષા કરી હતી. 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે.રાજ્યમાં કમોસમી વરસાદના કારણે 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. વરસાદની સાથે વીજળી પડવાની ઘટનામાં 18 લોકોના મૃત્યું થયા છે.
મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.