ચીનમાં નવી શરૂ થયેલી બીમારીને લઇ રાજ્ય આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા પરિપત્ર કર્યો જાહેર
ચીનમાં નવી શરૂ થયેલી બીમારીને લઇ રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં સાવચેતી રાખવા આદેશ આપ્યા છે. ગુજરાતના તમામ જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરના આરોગ્ય અધિકારી અને સિવિલ હોસ્પિટલના વડાઓને પત્ર લખીને તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.
ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યૂમોનિયા SARS – CoV- 2 જેવા રોગોથી સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ચીનમાં બાળકોમાં આ પ્રકારની શ્વસનની બીમારી જેવા રોગો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફ, બેડ, દવાઓ અને ટેસ્ટિંગની ઉપલબ્ધતા ચકાસી રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને કાર્યક્ષમ કરીને રિપોર્ટ કરવા તથા વેન્ટિલેટર, પિપિઈ કીટ અને એન્ટીવાયરલ દવાઓ પૂરતા પ્રમાણમાં રાખવા અને આઇસોલેશન વોર્ડ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી તૈયારી રાખવા પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.