સંસદ પર થયેલા હુમલાની વરસીના દિવસે સંસદમાં અચાનક બે લોકો કૂદ્યા
સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરક્ષામાં ચૂક થતાં હડકંપ મચી ગયો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન આજે 2 લોકો લોકસભા ગૃહમાં વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદ્યા. અને તેમણે સ્મોક ક્રેકર ફેક્યા હતા તેના કારણે બધા ગભરાઈ ગયા હતા. 2001માં થયેલા સંસદ પર હુમલાની આજે બરસી છે ત્યારે આજે ફરીથી એવું કૃત્ય સામે આવતા ત્યાં બધા શરૂઆતમાં ગભરાઈ ગયા હતા અને અફરાતફરી મચી હતી. જો કે ત્યારબાદ સાંસદોએ તેમને પકડી લીધા અને સુરક્ષાકર્મીઓે સોંપી દીધા. લોકસભાની કાર્યવાહી હાલ સ્થગિત કરાઈ છે.
સંસદ ભવન બહાર સ્મોક ક્રેકર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે પરિવરન ભવન સામેથી અટકાયતમાં લીધા છે. પોલીસે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે. જે રંગીન ધુમાડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ હિસારની રેડ સ્ક્વેર માર્કેટમાં રહેતી 42 વર્ષની કૌર સિંહની પુત્રી નીલમ તરીકે થઈ છે. જ્યારે બીજી વ્યક્તિની ઓળખ લાતૂરના ધનરાજ શિંદના પુત્ર અમોલ શિંદે તરીકે થઈ છે.