કરાઓકે-સંગીત સ્પર્ધા-૨૦૨૩ કાર્યક્રમનાં ફાઈનલ ઓડીસન-રાઉન્ડનું આયોજન
મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો. રફી સાહેબની ૯૯-મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” (કરાઓકે-ક્લબ) દ્વારા કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૩ કાર્યક્રમનાં ફાઈનલ રાઉન્ડનું આયોજન તા. ૧૭-૧૨-૨૦૨૩ (રવિવાર)ના રોજ સાંજે ૦૪-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો,
૧૨૪-સનરાઈઝ આર્કેડ, મારુતિ-નેક્ષા શો-રૂમની બાજુમાં, કુડાસણ, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. આ સ્પર્ધાનાં ફાઈનલ રાઉન્ડમાં ભાગ લેનાર કલાકારોને પ્રોત્સાહીત કરવા માટે નિર્ણાયક (જજ) તરીકે અમદાવાદનાં જાણીતા પ્રોફેશનલ સિંગર અભિજીત રાવ (વોઈસ ઓફ મો. રફી) તેમજ મુખ્ય મહેમાન તરીકે ઉમેશ મખીજા (રફી ભક્ત) હાજર રહેવાનાં છે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૮૮-૪૯૪-૫૪૪૦૫ ઉપર સંપર્ક કરવો.