ગાંધીનગરગુજરાત

ગુજરાત કોંગ્રેસને ઝટકો: ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો મળ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા થઇ રહી છે કે, તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ શકે છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે.ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x