જમીન રિ-સર્વે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય
જમીન રિ સરવે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે ક્ષતિ સુધારવાને લઈ સમયમર્યાદા વધારાઇ છે. અત્રે જણાવીએ કે, એક વર્ષનો સમયગાળો વધારાયો છે. 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવા અંગેનું મેહસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. તેમને જણાવી દઈએ કે, અગાઉ રિ સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી.
ત્યારબાદ ગત જાન્યુઆરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હતો. રિ સરવેને નિર્ણય બાદ આ વર્ષ તમામ ક્ષતિ દૂર કરવા માટે સમય મર્યાદા વધારાઈ છે