વેપાર

નવા વર્ષ 2024માં સોનામાં ભારે તેજીના એંધાણ

બુલિયન માર્કેટમાં તેજીનો સિલસિલો નવા વર્ષ એટલે કે 2024માં પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. વાયદા બજારમાં 10 ગ્રામ ગોલ્ડનો રેટ 68000 રૂપિયાનું લેવલ ટચ કરી શકે છે. સોનઅંગે આવેલા લેટેસ્ટ બ્રોકરેજ રિપોર્ટ્સ મુજબ વ્યાજ દરોમાં કાપ બુલિયન માર્કેટ માટે મોટા ટ્રિગર્સમાં સામેલ છે. ઘરેલુ બજારની જેમ વિદેશી બજારોમાં પણ સોનું નવા રેકોર્ડ લેવલ પર ટ્રેડ કરશે. નવા વર્ષની પહેલી તારીખે પણ સોનામાં લગભગ 120 રૂપિયાની મજબૂતાઈ જોવા મળી. 2024માં સોના પર અનેક બ્રોકરેજ હાઉસિસે અનુમાન જાહેર કર્યું છે. ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝે કહ્યું કે સોનાનો રેટ 66000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x