108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી
ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. 2018માં હૃદય રોગના 53,700 કેસ હતા તેની સરખામણીએ વર્ષ 2023માં 35% વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદય રોગના કેસ પર નજર કરીએ. અમદાવાદમાં 21 496 કેસ, સુરતમાં 5408 કેસ, રાજકોટમાં 4910 કેસ, ભાવનગરમાં 3769 કેસ અને વડોદરામાં 3618 કેસ નોંધાયા છે.108 ઈમરજન્સીએ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે, દર 7:30 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે.