ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમને નવા વર્ષની ભેટ સ્વરૂપે 201 નવી લકઝરી બસોની ફાળવણી કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમને નવા વર્ષની ભેટ સ્વરૂપે 201 નવી લકઝરી બસોની ફાળવણી કરવામા આવી હતી. ગાંધીનગર ખાતે રાજ્યના તમામ ડિવિઝનને નવી એસટી બસોની ફાળવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્રના ડિવિઝનોને 83 બસની ફાળવણી કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનને પણ 83માંથી 11 બસ ફાળવવામાં આવતા જે બસના કિલોમીટર પુરા થઈ ગયા છે. એવી ખખડપાંચમ બસો હટાવીને રૂટ્સ પર નવી બસ મુકવામાં આવશે. રાજકોટને 11 નવી બસો ફાળવવામાં આવી છે, જયારે જૂનાગઢને 26, અમરેલીને 21, ભાવનગરને 18 અને જામનગર એસટી ડિવિઝનને 7 નવી બસોની ફાળવણી કરવામા આવી છે.

નવી એસટી બસો ફાળવવામાં આવી છે તે તમામ બસ લકઝરી છે. જેથી, મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે.સૌરાષ્ટ્રને 83 નવી બસોની ફાળવણી થતાં લાંબા રૂટ પર ફ્રિકવન્સી વધારવામાં આવશે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ભૂજ રૂટની બસોની ફ્રિકવન્સી વધારાશે, લકઝરી બસને લીધે મુસાફરો આરામદાયક મુસાફરી કરી ઓછા સમયમા એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોચી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x