આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન
લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. આજે ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં મુખ્ય આમંત્રિતો સિવાય કોઈ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહી. આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના મોબાઈલ પણ બહાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.