જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે હું એક નવા ગુજરાત અંગે વિચારું છું: મુકેશ અંબાણી
આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રાંરભ થઈ ચૂક્યો છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે ત્યારે આ પ્રંસગે રાજ્યના મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત છે.
આજથી બે દિવસ ચાલનારા 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે જેની થીમ ગેટવે ટુ ફ્યુચર છે. આ ઉદ્ધાટન પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે એકપણ એવું સમિટ નથી જે આટલા સમય સુધી સતત ચાલતું રહ્યું હોય અને હું એવા કેટલાંક લોકોમાંથી છું જે દરેક સમિટમાં ભાગ લઈ શક્યો છું. આ સિવાય તેમણે ગુજરાતની એક વાક્ય બોલતા કહ્યું કે હું ગુજરાતી હોવાનો મને ગર્વ છે. મુકેશ અંબાણીએ પોતાના દિવગંત પિતાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા નાનપણમાં કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે,
જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ એક નવા ગુજરાત અંગે વિચારે છે. વડાપ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે.