ગાંધીનગર

વલાદ ગામની સીમમાં જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

ગાંધીનગર :

ગાંધીનગર તાલુકાના વલાદ ગામની સીમમાં ગણેશપુરા ભઠ્ઠા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા છે.

ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. આર. રાઠોડની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈને બાતમી મળી હતી કે, વલાદ ગામની સીમમાં જુગાર રમાય છે. પોલીસે રેડ કરતાં વલાદમાં રહેતાં રણછોડ ધૂળાજી ઠાકોર, કનુ શાંતિજી ઠાકોર, મેલા બાબુજી ઠાકોર, વિજય કનુભાઈ ઠાકોર, રાજુ કાસમભાઈ મનસૂરી, જયંતી પ્રતાપજી રાઠોડ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે 37,720 રોકડા જપ્ત કરીને તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x