ગાંધીનગરગુજરાત

ગુજરાત બજેટ 2024માં ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને લઈ મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરાતા ગાંધીનગરની ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાત કરાઈ છે. ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે ₹100 કરોડની જોગવાઈ સહિત ગિફ્ટ સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ‘ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની ‘સપનાના શહેર’ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને ‘વોક ટુ વર્ક’ ‘લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી’ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x