શ્રી રામના દર્શને જતા ગુજરાતી યાત્રાળુઓ માટે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન બનશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે હવે દેશભરમાંથી શ્રધ્ધાળુઓનો પ્રવાહ દર્શનાર્થે અયોધ્યા પહોંચી રહ્યો છે. તે સમયે ગુજરાત સરકારે હવે અયોધ્યામાં ખાસ ગુજરાતી યાત્રાળુઓની સુવિધા માટે ‘ગુજરાત યાત્રી ભવન’નું નિર્માણ કરવાની તૈયારી કરી છે.આજે બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ આ જાહેરાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા અપાયેલી સુચના બાદ અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે ખાસ જમીન મેળવી લેવામાં આવી છે
ટુંક સમયમાં નિર્માણ કાર્યનું પ્રારંભ થશે આમ અયોધ્યાધામ ખાતે આવતા ગુજરાતી શ્રધ્ધાળુઓ માટે હવે એક સુવિધા પૂર્ણ આવાસ ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગુજરાતીઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકારે શુભેચ્છા પૂર્વક આ પગલું લીધું છે. અયોધ્યામાં રાજ્યના ભવનનું નિર્માણ કરનાર ગુજરાત આ રીતે દેશમાં પ્રથમ રાજ્ય બની ગયું છે.