જાસૂસીના આરોપમાં કતરમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરાયા
જાસૂસીના આરોપમાં કતરમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. કતરમાં ભારતની કાનૂની લડાઈ બાદ ગયા મહિને ખલાસીઓની મૃત્યુદંડની સજાને જેલમાં ફેરવવામાં આવી હતી. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે કતરના ખલાસીઓને નિર્દોષ જાહેર કર્યાની માહિતી આપી છે. તેમજ નિર્ણયને આવકાર્યો છે. કેન્દ્ર સરકારે કતરની કોર્ટના નિર્ણયને આવકાર્યો છે જેમાં ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમાંથી સાત ભારત પરત ફર્યા છે અને કતર રાજ્યના અમીરનો નિર્ણય પ્રશંસનીય છે. જેણે ભારતીય નાગરિકોની મુક્તિ અને તેમના વતન પરત જવાનો માર્ગ મોકળો કર્યો.