ahemdabadગુજરાત

કેન્દ્રિય ગૃહમંત્રી શાહ આજે ગુજરાતમાં વિવિધ 7 કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. જેમાં અલગ અલગ 7 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. જુના વાડજમાં EWSના 588 આવાસનું લોકાર્પણ કરશે. તથા AMC સ્કૂલ લોકાર્પણ અને સ્વસ્તિક સ્કૂલમાં હાજર રહેશે.વાડજ, જેતલપુર અને છારોડીમાં અમિત શાહની જાહેરસભા છે. જેમાં સવારે 10.00 કલાકે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા સવારે 10.30 કલાકે જુના વાડજમાં EWSના 588 આવાસનું લોકાર્પણ તથા સવારે 10.45 કલાકે જુના વાડજ – AMC સ્કૂલ લોકાર્પણ તેમજ સવારે 11.00 કલાકે નવા વાડજ – સ્વસ્તિક સ્કૂલ તથા સવારે 11.15 – મિર્ચી ગ્રાઉન્ડ વાડજમાં AMC કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા જાહેરસભાને સંબોઘન કરશે. બપોરે 2.00 કલાકે જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટીટ્યુટ જેતલપુરમાં જાહેરસભા તથા સાંજે 4.30 કલાકે છારોડીમાં ગાંધીનગર પ્રીમીયર લીગ ઉદ્વાટન સાથે જાહેરસભાને સંબોધન કરશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, AMCના રૂ. 1,950 કરોડનાં વિકાસકાર્યો પૈકી સૌથી વધુ કામો ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કરાયા છે. જેમાં સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ, મકરબામાં રેલ્વે અંડરપાસ, ગુરુકુળ રોડ, રાજપથ કલબ, ચાંદલોડિયા, સરખેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તેમજ રાણીપ, વ્યાસવાડી, જોધપુર, સરખેજ, વેજલપુર, ગોતા, જગતપુર, ભાડજ વગેરે જગ્યાએ નવી આંગણવાડીનાં કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હત કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x