દહેગામ માર્કેટયાર્ડમાં અન્નક્ષેત્રનું ધારાસભ્ય બલરાજસિંહના હસ્તે શુભારંભ કરાયો
જરૂરિયાતમંદ લોકોને મફતમાં ટિફિન આપવામાં આવશે : દહેગામ માર્કેટ યાર્ડમાં આજથી ગોપાલજી મંદિર દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર 30 રૂપિયામાં ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને મફતમાં ટિફિન આપવામાં આવશે આજે મોંઘવારીમાં 30 રૂપિયામાં નાસ્તાની એક ડીશ પણ મળતી નથી તેવા સમયે 30 રૂપિયામાં દાળ ભાત, એક કઠોર, એક શાક તેમજ રોટલી અથવા પુરી જેવુ સ્વાદિષ્ટ ભોજન ભરપેટ જમાડવાની ઉત્તમ વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ ૩પ બનશે. આ અન્નક્ષેત્રના શુભઆરંભ પ્રસંગે અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દહેગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૌજન્યથી ગોપાલ મંદિર ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્રનો અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ આઈપીએસ વી.વી. રબારી ખાસ હાજર રહ્યા હતા. આજની મોંઘવારીમાં માત્ર 30 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની ઉત્તમ કામગીરી માટે અન્નક્ષેત્રનું શુભારંભ દુરદૂરના ગામડાઓમાંથી ખેત પેદાશ વેચાણ કરવા આવતા ખેડૂતો અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરુંભાઇ અમીન અને સંસ્થાના ડિરેકટરોના સાથ સહકારથી ગોપાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ઓછા ખર્ચમાં સારું અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ આઈપીએસ વી. વી. રબારી, APMC ના ચેરમેન સુમેરૂભાઇ અમીન, નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઇ શર્મા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, ભાજપના અગ્રણી ગુણવંતભાઇ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.