ગુજરાત

ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર

કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા.ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. એ પહેલા આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી, જેમાં જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને ડૉ. જશવંતસિંહ પરમાર સામેલ છે. રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x