ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : Gift Cityમાં દારૂ પીવાની છૂટ ના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે પરતું વિદેશીઓને આકર્ષવાના ચક્કરમાં સરકારે લીધેલા દારૂની છૂટના નિર્ણયના ઘાતક પરિણામો ભોગવવા પડશે. સરકારના જાહેરનામાને રદ કરવા અરજીમાં રજૂઆત કરાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગિફટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવાની મંજૂરીથી દારૂ પીને બહાર નીકળતા લોકો રસ્તા પર હિટ એન્ડ રનના કેસ વધારી શકે છે. દારૂ પીને વાહન ચલાવતા કોઈને કચડી નાખે તો તેની સામે પ્રોહિબિશનનો ગુનો નહીં નોંધાય તો આવા કિસ્સા વધી શકે છે. રાજ્યમાં મહિલાઓની સલામતી નહીં રહે. સરકારે માત્ર વાઈબ્રન્ટના કાર્યક્રમને સફળ બનાવવા લીધેલો નિર્ણય ગુજરાતની સલામતીને જોખમમાં મૂકી શકે છે. એક તરફ ગુજરાત આખામાં દારૂ પીનાર પકડાય તો તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાય છે. તો બીજી તરફ માલેતુજાર લોકોને ગિફટ સિટીમાં બેસીને દારૂ પીવાની સરકારે સગવડ કરી આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x