ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી પટેલના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ‘માતૃભાષા મહોત્સવ’માં ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત સાહિત્ય અકદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઈ-બુકનું લોકાર્પણ તેમજ નવલકથા, ટૂંકી વાર્તા, વિવેચન, આત્મકથા, લોકસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રના શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન મોદીએ હરહંમેશ વિકાસની સાથોસાથ આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવવાની હિમાયત કરી છે.

તેમણે ગુજરાતી સાહિત્ય અને કલા વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં આજના ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી સાહિત્ય તરફ આકર્ષવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોની સરાહના કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x