મનોરંજનરાષ્ટ્રીય

સરકાર આ અઠવાડિયે 4 ઓનલાઈન પોર્ટલ કરશે લોન્ચ

સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમય-સમય પર સરકાર અનેક નવી વેબસાઈટ અને પોર્ટલ લાવી રહી છે. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે મંત્રાલય દ્વારા આ અઠવાડિયે 4 ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. તેના પર સરકાર દ્વારા તૈયાર થતાં વીડિયો અને માહિતી શેર કરવામાં આવશે. આ પહેલી વખત નથી જ્યારે સરકાર દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યું હોય. સાયબર ક્રાઈમ રોકવાથી લઈને માહિતી શેર કરવા સુધી સતત ભારત સરકાર દ્વારા નવા પગલા ભરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હવે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. તેના દ્વારા જનતાને પણ સરકારની પોલિસી અંગે સ્પષ્ટતા મળશે. આ પોર્ટલ પર Youtubeની જેમ જ વીડિયો અપલોડ કરવામાં આવશે અને કોઈ પણ યૂઝર આ પોર્ટલ પર જઈને જોઈ શકશે. એક રીતે આ સરકારનું અખબાર જ હશે. આ ઉપરાંત આ એક એવું પોર્ટલ છે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વીકાર કરવામાં આવશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે. તેના લોન્ચિંગને લઈને ઘણી માહિતી સામે આવી ચૂકી છે. હવે તેને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા લાઈવ કરવામાં આવશે એટલે કે તેની સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x