આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી ફરી પીએમ મોદી ટોપ પર

વિશ્વભરના તમામ નેતાઓને પાછળ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ સર્વેએ વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે વિશ્વના તમામ ટોચના નેતાઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીએ ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું હોય. આ પહેલા પણ તેઓ લોકપ્રિયતાના મામલામાં વિશ્વના નેતાઓમાં ટોચ પર રહ્યા છે.
આ યાદી જાહેર થયા બાદ પશ્ચિમી દેશોના નેતાઓ પણ એ હકીકત સ્વીકારી રહ્યા છે કે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સૌથી વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક મંચ પર એક મજબૂત અને સફળ નેતા તરીકે ઉભરી આવ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરાયેલા આ આંકડાએ સ્પષ્ટ કરી દીધું છે કે આજે પણ પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો.
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ સર્વેએ વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે. જેમાં વિશ્વના તમામ લોકપ્રિય નેતાઓની આંકડા સાથે માહિતી આપવામાં આવી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે.
આ યાદીમાં પીએમ મોદી 77% લોકપ્રિયતા સાથે ટોપ પર છે. બીજી તરફ મેક્સિકોના વડાપ્રધાન એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરની લોકપ્રિયતા 64% નજર આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના સંઘીય ગૃહ મામલા વિભાગના પ્રમુખ એલેન બેર્સેટને 57% અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને 50% લોકપ્રિયતા મળી છે. બીજી તરફ બ્રાઝિલના વડાપ્રધાન લુઈઝ ઈન્સિયો લૂલા દા સિલ્વાને 47% લોકપ્રિયતા મળી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x