ahemdabadગુજરાત

હેપ્પી બર્થ ડે અમદાવાદ: આજે 613 વર્ષનું થયું અમદાવાદ શહેર

અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 16મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબ્દીલ થયું છે.  અમદાવાદ હંમેસા સમયની સાથે ચાલ્યું છે. અમદાવાદ જેટલું આધુનિક  અને વિકાસિત છે તેનો ઈતિહાસ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ,દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.  અમદાવાદના વિવિધ વિસ્તારના નામ કઈ રીતે પડ્યા તેની પાછળ પણ રસપ્રદ ઈતિહાસ છે. જેમ કે, નવરંગપુરાની વાત કરવામાં આવે તો તે 240 વર્ષ અગાઉ ઔરંગઝેબના સુબા નવરંગમિયાના નામ પરથી આ વિસ્તાનું નામ પડ્યું છું. એક સમયે અમદાવાદના સૌથી વધુ બાગ મણિનગરમાં હતા. આ વિસ્તારના શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં મણિનગર નામ આપ્યું હતું વર્ષો પહેલા આંબાડી વિસ્તારમાં મોટાપ્રમાણમાં આંબાના ઝાડ હતા. જેમ વસતી વધી તેમ આંબાના ઝાડ લુપ્ત થતા ગયા પણ આંબાવાડી નામ પ્રચલિત જ રહ્યું હતું. કોચરબ વિસ્તારનું નામ દેવી કોરવાના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજા કરણસિંહ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x