રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 21061 કરોડનો વિદેશી દારૂ અને 21 જાતના કેફી પદાર્થો પકડાયા
ગુજરાતમાં નશાકારક ચીજવસ્તુઓ વેચવાનું, પીવાનું અને છુ હેરફેર કરવાનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. રાજ્યના ગૃહ વિભાગે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 21061 કરોડનો વિદેશી દારૂ અને 21 જાતના કેફી પદાર્થો પકડાયા છે. રાજ્યમાં આ સમયગાળા દરમ્યાન 1.85 કરોડ વિદેશી દારૂની બોટલો અને 20 લાખથી વધુ બિયરની બોટલો પોલીસે પકડી છે. પોલીસ જે માલસામાન પકડે છે તેનાથી અનેક ગણો જથ્થો તો બજારમાં સગેવગે થઇ જાય છે. રાજ્યમાં કેફી પદાર્થોમાં ગાંજો, બ્રાઇનસુગર, ચરસ, એમડી, એફેડ્રીન, અફીણ, હેરોઇન, કફ સીરપ, મોરફીન અને કોકેઇનનો વિપુલ માત્રામાં જથ્થો પકડાયો છે. ચોંકાવનારી વિગતો એવી પ્રાપ્ત થઈ છે કે 2022-23ના વર્ષમાં ગુજરાતમાંથી 15429.56 કરોડનું એમડી ડ્રગ્સ અને 2315 કરોડનું હેરોઈન પકડાયું છે, જે વિક્રમી સંખ્યામાં છે. ત્રણ વર્ષ પૈકી આખરી વર્ષમાં 120.41 કરોડ રૂપિયાનો તો વિદેશી દારૂ પકડાયો છે.