આગામી થોડા દિવસોમાં હિમવર્ષા અને ઠંડીથી રાહત મળશે
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. ત્યાર બાદ ગરમીની અસર શરૂ થશે. ઉત્તરાખંડમાં ૧૦ થી ૧૧ માર્ચ દરમિયાન હવામાન ફરી બગડવાનું છે. હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે. પહાડોથી મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર જાવા મળશે. હવામાન વિભાગે આગામી સપ્તાહે રાજ્યભરમાં હળવો વરસાદ અને પહાડી વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી જારી કરી છે. ગત સપ્તાહમાં વરસાદ અને હિમવર્ષા જેવી સ્થતિ સર્જાયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. રાજ્યમાં રવિવાર સુધી હવામાન બદલાશે. જા કે શુષ્ક હવામાનને કારણે દેહરાદૂનથી હરિદ્વાર સુધી તાપમાન વધી રહ્યું છે.
હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ ગિલગિટ-બાÂલ્ટસ્તાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ૧૧ થી ૧૩ તારીખ સુધી હિમવર્ષા થશે. ૧૩મીએ હિમવર્ષા તેની ટોચે પહોંચી શકે છે. આવી Âસ્થતિમાં ઉત્તર ભારતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
આગામી ૨૪ કલાકમાં ઓડિશામાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ૧૦ થી ૧૫ માર્ચ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે હિમવર્ષા થવાની પણ સંભાવના છે.