ગાંધીનગર

સાદરામાં રામેશ્વર મહાદેવ ખાતે લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞ યોજાયો

સાબરમતી નદીના કિનારે આવેલ જક્ષણીધામ મંદિર નજીક રામેશ્વર મહાદેવ રામજી મંદિરમાં મહા શિવરાત્રિ નિમિત્તે લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાદરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદી રૂપે ભાંગનો પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે સુનિલભાઈ શાહ (સર્વોદય ઓફસેટ), કૌશિકભાઈ પટેલ, હિમાંશુભાઈ શાહ, કનુભાઈ ગોસ્વામીએ આ યજ્ઞનો લાભ લીધો હતો. આ લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન શ્રી અન્નદાતા ટેકરી રામજી મંદિર સેવાશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x