ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ ‘ઓપનહાઇમર’નો દબદબો, જુઓ સંપૂર્ણ યાદી
ઓસ્કર 2024 અથવા 96th Academy Awards અમેરિકાના લોસ એન્જલસમાં યોજાઇ રહ્યા છે. લોસ એન્જલસમાં હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા-અભિનેત્રી, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને એક્ટ્રેસ સહિત અનેક વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ડિરેક્ટર ક્રિસ્ટોફર મોલનની ફિલ્મ ઓપનહાઇમરે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ઓસ્કર 2024માં ઓપનહાઇમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું જેમાંથી ફિલ્મએ સાત એવોર્ડ જીત્યા હતા. જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોટિંગ એક્ટરનો સમાવેશ થાય છે.
ઓસ્કર વિનર્સની યાદી
બેસ્ટ ફિલ્મ- ઓપેનહાઇમર
બેસ્ટ એક્ટ્રેસ-એમા સ્ટોન, ફિલ્મ પૂઅર થિંગ્સ
બેસ્ટ ડિરેક્ટર- ક્રિસ્ટોફર નોલન, ફિલ્મ ઓપેનહાઇમર
બેસ્ટ એક્ટર- કિલિયન મર્ફી, ફિલ્મ ઓપેનહાઇમર
બેસ્ટ ઓરિજિનલ સ્કોર- ઓપેનહાઇમરના Ludwig Göransson
બેસ્ટ સોંગ- બિલી ઇલિશ, ફિલ્મ બાર્બી
બેસ્ટ સપોટિંગ એક્ટર – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ- ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ ફિલ્મ માટે)
પ્રોડક્શન ડિઝાઇન – જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)
ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)
બેસ્ટ ફિલ્મ એડિટિંગ – જેનિફર લેમ (ઓપનહાઇમર ફિલ્મ માટે)
શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ- ગોડઝિલા માઈનસ વન
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ- 20 ડેઝ ઇન મરીયોપોલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી- ઓપનહાઇમર
લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફૂલ સ્ટોરી ઓફ હેનરી શુગર